Hymn No. 1271 | Date: 29-Apr-1988
|
|
Text Size |
 |
 |
તોલે જીવનના હર વ્યવહાર, રૂપિયા ને પૈસાથી એ તોલ માપ તો કેવા સમજવા રે તોલે એ તો પ્રભુને પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ... તોલે એ તો જીવનમાં પ્રેમને ભી, રૂપિયા ને પૈસાથી - એ તોલ... ટકાવે જીવનમાં મિત્રતાને, રૂપિયા ને પૈસાથી - એ તોલ... તોલે જીવનના સર્વે સંબંધને, રૂપિયા ને પૈસાથી - એ તોલ... કરવા છે દર્શન પ્રભુના પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ... અભિમાને આળોટે જીવનમાં, રૂપિયા ને પૈસાથી - એ તોલ... ટકરાયે સ્વાર્થ તો જીવનમાં, રૂપિયા ને પૈસાથી - એ તોલ... ખરીદાય જીવનના એશઆરામ, રૂપિયા ને પૈસાથી - એ તોલ... મળે જીવનમાં પત્નીનો પ્યાર, રૂપિયા ને પૈસાથી - એ તોલ... તોલે જીવનમાં ધર્મને પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ... સમજે જીવનમાં મળે, શાંતિ, રૂપિયા ને પૈસાથી - એ તોલ... મેળવવો છે જીવનમાં આનંદ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|