Hymn No. 1276 | Date: 04-May-1988
|
|
Text Size |
 |
 |
ના તું તો જનમતો, ના તો મરણ પામતો અજર અમર એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના પવન સૂકવી શકે, ના અગ્નિ તને બાળી શકે અજર અમર એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના દુશ્મન તું કોઈનો, ના મિત્ર છે તું કોઈનો અલિપ્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના સુખ તને તો સ્પર્શે, ના દુઃખ ભી તો સ્પર્શે અલિપ્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના તાપ તને તપાવે, ના ઠંડી તને તો ધ્રુજાવે અલિપ્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના કારણ તું કોઈનું, ના કારણ છે કોઈ તારું મુક્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના ક્યાંય તું જાતો, ના ક્યાંથી તું આવતો મુક્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના કાંઈ તારે તો લેવું, ના તારે તો કંઈ દેવું મુક્ત એવો તું છે, એજ તો તું છે, એજ તો તું છે આનંદ તો છે તુજમાં, નથી ક્યાંય તો બીજે આનંદસાગર તો તું છે, એજ તો તું છે, એજ તો તું છે ના અંધકાર તુજને ઘેરે, ના પ્રકાશ તુજને પ્રકાશે શાશ્વત તેજ તો તું છે, એજ તો તું છે, એજ તો તું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|