પંચતત્ત્વના મહેલમાં વસી, આતમરામ તો રાજ કરે
મન, બુદ્ધિ, વિચારોના સાથ લઈ, એ તો સર્વ કામ કરે
કદી સાચી રાહે, કદી ખોટી રાહે, એ તો ચાલ્યા કરે
દુશ્મનથી તો જ્યારે એ ત્રિપુટી તો બહેકી જાયે
સુખ-શાંતિ સદાય ત્યાંથી તો ઉચાળા ભરે
દુશ્મન જ્યારે ધીરે-ધીરે કબજો એનો જમાવી રહે
હૈયે ત્યાં તો હલચલ, તો ખૂબ મચી જાયે
આતમરામ તો જાતાં, પંચતત્ત્વના ખેલ સૂના બને
આખર પંચતત્ત્વનો દેહ તો, પંચતત્ત્વમાં મળી રહે
એક તત્ત્વમાં પણ ખામી આવતાં હલચલ ખૂબ મચે
આતમરામની હાજરીમાં, પંચતત્ત્વ તો ખીલી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)