Hymn No. 1288 | Date: 13-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-13
1988-05-13
1988-05-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12777
ભરી ભરી તું પીજે રે, પ્રેમના પ્યાલા રે મનવા
ભરી ભરી તું પીજે રે, પ્રેમના પ્યાલા રે મનવા, મા ના હેયે, પ્રેમના સાગર તો છલકાય છે આંખો સાથે, આંખ મિલાવી, ઝીલજે તેજનાં બિંદુ રે મનવા ત્યાં અમીરસના છાંટણાં તો રેલાય છે સંસાર સંગ્રામે, જ્યાં તું થાકીશ રે મનવા મા ના ચરણે, શક્તિના તેજ સદા રેલાય છે અજ્ઞાને અંધકારે અટવાશે તું રે મનવા મા ના જ્ઞાનના તેજ તો હૈયે પથરાય છે હૈયું જ્યાં અશાંતિના તોફાને ઘેરાય રે મનવા મા ના નામમાં શાંતિના સાગર છલકાય છે હૈયું જ્યારે વિકારોના વેગમાં સપડાય રે મનવા મા ની ધડકનમાં, એના સપના દેખાય છે મુખે મુખે, મુખાકૃતિ નોખી નોખી દેખાય રે મનવા મા નો વાસ સહુમાં એકસરખો સમાય છે દિલે દિલે ધડકન તો જુદી ધડકે રે મનવા સહુ ધડકનમાં, તાલ એના સંભળાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhari bhari tu pije re, prem na pyala re manava,
maa na heye, prem na sagar to chhalakaya che
aankho sathe, aankh milavi, jilaje tejanam bindu re manav
tya amiras na chhantanam to relaya che
sansar sangrame na, jya tu maa thakisha re
manav tej saad relaya che
ajnane andhakare atavashe tu re manav
maa na jnanana tej to haiye patharaya che
haiyu jya ashantina tophane gheraya re manav
maa na namamam shantina sagar chhalakaya che
haiyu jyare vikapnaya, maiyum jyare vikhadamana, vegamam sapadi, en re manava,
sapadi,
sapadi, vikhadi mukhakriti nokhi nokhi dekhaay re manav
maa no vaas sahumam ekasarakho samay che
dile dile dhadakana to judi dhadake re manav
sahu dhadakanamam, taal ena sambhalaya che
|
|