1988-05-18
1988-05-18
1988-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12782
સાગરનાં ઊંડાણ માપી શકાય, મનનાં ઊંડાણ તો ના મપાય
સાગરનાં ઊંડાણ માપી શકાય, મનનાં ઊંડાણ તો ના મપાય
ધરતીની સીમા તો દેખાય, જ્ઞાનની સીમા તો ના દેખાય
તેજની ગતિ તો માપી શકાય, મનની ગતિ તો ના મપાય
અગ્નિજ્વાળા તો બાળી જાય, ક્રોધ તો જીવતા જલાવી જાય
તારલિયાના તેજકિરણ તો દેખાય, કૃપાનું કિરણ તો ના દેખાય
તનની શક્તિ તો દેખાય, મનની શક્તિ ના સમજાય
જડને તો સ્પર્શી શકાય, ચેતન તો અનુભવાય
એક ઉપકાર તો યાદ રહી જાય, અનેક ઉપકાર ભૂલી જવાય
આકર્ષણે તો મન ખેંચાય, પ્રભુનાં ખેંચાણ અનોખાં થાય
દિલ જોઈ શકાય તો દર્દ દેખાય, દર્દ જાણ્યા વિના દવા ન થાય
આંખ સામે હોય તે તો દેખાય, સર્વવ્યાપીને કેમ કરી જોવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāgaranāṁ ūṁḍāṇa māpī śakāya, mananāṁ ūṁḍāṇa tō nā mapāya
dharatīnī sīmā tō dēkhāya, jñānanī sīmā tō nā dēkhāya
tējanī gati tō māpī śakāya, mananī gati tō nā mapāya
agnijvālā tō bālī jāya, krōdha tō jīvatā jalāvī jāya
tāraliyānā tējakiraṇa tō dēkhāya, kr̥pānuṁ kiraṇa tō nā dēkhāya
tananī śakti tō dēkhāya, mananī śakti nā samajāya
jaḍanē tō sparśī śakāya, cētana tō anubhavāya
ēka upakāra tō yāda rahī jāya, anēka upakāra bhūlī javāya
ākarṣaṇē tō mana khēṁcāya, prabhunāṁ khēṁcāṇa anōkhāṁ thāya
dila jōī śakāya tō darda dēkhāya, darda jāṇyā vinā davā na thāya
āṁkha sāmē hōya tē tō dēkhāya, sarvavyāpīnē kēma karī jōvāya
|
|