Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1312 | Date: 02-Jun-1988
ખોટું બોલવું નથી, સાચું કહેવાતું નથી
Khōṭuṁ bōlavuṁ nathī, sācuṁ kahēvātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1312 | Date: 02-Jun-1988

ખોટું બોલવું નથી, સાચું કહેવાતું નથી

  No Audio

khōṭuṁ bōlavuṁ nathī, sācuṁ kahēvātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-06-02 1988-06-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12801 ખોટું બોલવું નથી, સાચું કહેવાતું નથી ખોટું બોલવું નથી, સાચું કહેવાતું નથી

   કરવું શું એ તો સમજાતું નથી

લાગ્યા છે માયાનાં આકર્ષણ તો એવાં

   તોડ્યા, એ તોડાતાં નથી

દેખાવ બહારના કરી રહું ઝાઝા

   ક્રોધનો અગ્નિ હૈયે સમાતો નથી

હશે દીધી ગાળો મનમાં ઘણાને ઘણી

   હાસ્ય મુખ પરનું અટકતું નથી

ગણતા દુનિયાને દંભી, ગણ્યા દંભી સહુને

   જીવનમાં દંભનો અંચળો છૂટતો નથી

કર્યું ના જીવનમાં ભલું કદી કોઈનું

   સગવડ પોતાની કદી ભૂલ્યો નથી

આળસ જીવનમાં સદા પોષી રહ્યો

   આળસુ કહે મને, ગમ્યું નથી

સાચો પ્રેમ શું, કદી એ સમજ્યો નથી

   ખુદને પ્રેમ કર્યો, પ્રેમ કોઈને કર્યો નથી

ખુદને મૂકી કેંદ્રમાં, વિશ્વ મારું ફરતું રહ્યું

   છું અંશ કર્તાનો, યાદ એ રહેતું નથી
View Original Increase Font Decrease Font


ખોટું બોલવું નથી, સાચું કહેવાતું નથી

   કરવું શું એ તો સમજાતું નથી

લાગ્યા છે માયાનાં આકર્ષણ તો એવાં

   તોડ્યા, એ તોડાતાં નથી

દેખાવ બહારના કરી રહું ઝાઝા

   ક્રોધનો અગ્નિ હૈયે સમાતો નથી

હશે દીધી ગાળો મનમાં ઘણાને ઘણી

   હાસ્ય મુખ પરનું અટકતું નથી

ગણતા દુનિયાને દંભી, ગણ્યા દંભી સહુને

   જીવનમાં દંભનો અંચળો છૂટતો નથી

કર્યું ના જીવનમાં ભલું કદી કોઈનું

   સગવડ પોતાની કદી ભૂલ્યો નથી

આળસ જીવનમાં સદા પોષી રહ્યો

   આળસુ કહે મને, ગમ્યું નથી

સાચો પ્રેમ શું, કદી એ સમજ્યો નથી

   ખુદને પ્રેમ કર્યો, પ્રેમ કોઈને કર્યો નથી

ખુદને મૂકી કેંદ્રમાં, વિશ્વ મારું ફરતું રહ્યું

   છું અંશ કર્તાનો, યાદ એ રહેતું નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khōṭuṁ bōlavuṁ nathī, sācuṁ kahēvātuṁ nathī

   karavuṁ śuṁ ē tō samajātuṁ nathī

lāgyā chē māyānāṁ ākarṣaṇa tō ēvāṁ

   tōḍyā, ē tōḍātāṁ nathī

dēkhāva bahāranā karī rahuṁ jhājhā

   krōdhanō agni haiyē samātō nathī

haśē dīdhī gālō manamāṁ ghaṇānē ghaṇī

   hāsya mukha paranuṁ aṭakatuṁ nathī

gaṇatā duniyānē daṁbhī, gaṇyā daṁbhī sahunē

   jīvanamāṁ daṁbhanō aṁcalō chūṭatō nathī

karyuṁ nā jīvanamāṁ bhaluṁ kadī kōīnuṁ

   sagavaḍa pōtānī kadī bhūlyō nathī

ālasa jīvanamāṁ sadā pōṣī rahyō

   ālasu kahē manē, gamyuṁ nathī

sācō prēma śuṁ, kadī ē samajyō nathī

   khudanē prēma karyō, prēma kōīnē karyō nathī

khudanē mūkī kēṁdramāṁ, viśva māruṁ pharatuṁ rahyuṁ

   chuṁ aṁśa kartānō, yāda ē rahētuṁ nathī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is into introspection of thoughts and asking others to not be hypocrites

Kakaji says

Do not want to tell lies and unable to tell the truth.

In such a situation what to do. I am unable to understand.

The attraction of illusions are as such that want to break it but does not gets broken.

While looking outside I am busy in showing off. So the fire of anger does not subside.

Must have given bad word's to many in mind but the laughter does not stop on the mouth.

Counting the world to be as hypocrites, Counting everybody a hypocrite in the world. The hypocrisy of life does not go away.

Never did I help anybody or did good of anyone in life.

But never did I forget my own convenience.

Laziness has always been nurtured in life, If somebody says lazy. That is not liked by me.

Never tried to understand what is true love, loved always oneself, loved no one else.

Putting myself at the centre, and started revolving the whole world around oneself. I am a part of the creator this cannot be remembered by me.

Here Kakaji wants to say that do not be self centred and think about just your own self. As remembering being a part of the creator we should think about others too.
Scan Image

Gujarati Bhajan no. 1312 by Satguru Devendra Ghia - Kaka
First...131213131314...Last