Hymn No. 1314 | Date: 03-Jun-1988
|
|
Text Size |
 |
 |
મળે ખાવા બટકું રોટલો, અન્યને બટકું એમાંથી દેજે તરસે જો પ્રાણ જતો હોય, પાણી અન્યને તું ધરી દેજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવાળો હૈયામાં રાખશે મોટાને માન સદાયે દેજે, નાનાનું અપમાન નવ કરજે અસહાયને સહાય કરવા ઊભા પગે તો દોડી જાજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવોળો હૈયામાં રાખશે પ્રેમથી સહુને આવકારીને પ્રેમથી સૌ સાથે વરતજે ભીડ અન્યની ભાંગવા, ભીડ ભલે તું ભોગવી લેજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવાળો હૈયામાં રાખશે મીઠા વચન સદા બોલજે, કડવું ના કોઈને તો કહેજે તારા ભરોસે રહેલાને, અધવચ્ચે ના તું છોડી દેજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવાળો હૈયામાં રાખશે બોલાવે કોઈ તને જ્યારે, મુખ તારું તો ફેરવી ના લેજે આશા ના રાખી અન્યની, અન્યની આશા બની રહેજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવાળો હૈયામાં રાખશે ખોટું ના બોલી, ખોટું ના કરજે, સદ્ભાવના હૈયે સદાયે ધરજે પ્રેમમાં ડૂબી પ્રેમ તો પાઈ, પ્રેમમાં મસ્ત સદા બની રહેજે તારા આવા સુકૃત્યોની નોંધ, ઉપરવાળો હૈયામાં રાખશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|