ચાલી નથી દિન-રાત પર તો કાંઈ સત્તા તારી
ભરતી-ઓટ સાગરમાં આવે, પૂછે ન ઇચ્છા કોઈ તારી
રાખે છે અહં ભરી હૈયે, તોય તું શાને ભારી
શ્વાસેશ્વાસ પર પણ ચાલી નથી કોઈ સત્તા તારી
ભૂખ, થાક, તરસ તો સદા સતાવે તને તો ભારી
રાખે છે અહં ભરી હૈયે, તોય તું શાને ભારી
હૈયાની ધડકન પર મળ્યો નથી કાબૂ કદી
કામવાસના તો ખેંચી રહી છે તને હરઘડી
રાખે છે અહં ભરી હૈયે, તોય તું શાને ભારી
ફરે છે નભમાં અસંખ્ય તારા, ગતિ એકધારી
નથી ચાલી પૂનમ કે અમાસ પર સત્તા તારી
રાખે છે અહં ભરી હૈયે, તોય તું શાને ભારી
લાખ કોશિશે ભી, મનડું કરે છે એની મનમાની
તારા ચિત્તડાએ તો સદા હાર છે સ્વીકારી
રાખે છે અહં ભરી હૈયે, તોય તું શાને ભારી
થાશે વિદાય, પુછાશે ના એમાં કોઈ ઇચ્છા તારી
ગણ્યા તારા પોતાના, વાત એણે તારી કેટલી માની
રાખે છે ભરી અહં હૈયે, તોય તું શાને ભારી
ઈશ્વર કહે તું, કુદરત કહે, ફરક એમાં નથી પડવાની
જન્મી સર્વ સત્તાએ, પડી છે સત્તા એની સ્વીકારવી
રાખે છે ભરી અહં હૈયે, તોય તું શાને ભારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)