કસોટી જીવનમાં રહેશે થાતી, જાણ્યે-અજાણ્યે પડશે દેવી
કદી પ્રેમની, કદી ધીરજની, કદી ભક્તિની, કદી થાશે તો શ્રદ્ધાની
ઇતિહાસે ઇતિહાસ ભરાયા છે, કહાની એ તો કસોટીની
દીધી કસોટી ભક્તોએ જીવનમાં, સદાય હસતા આકરી
હટ્યા ન એમાં જે કદી, સુવર્ણ અક્ષરે લખાઈ કહાની
સમય-સમય પર રહ્યો, બદલાતાં રૂપો તો કસોટીની
વીરોએ દીધી કસોટી, સદા ધીરતા શૌર્ય ને સંયમની
પ્રભુ કસોટી કરતાં ન થાકે, છે કહાની એ યુગોની
તાવ્યા સદા કર્તાએ, ગણ્યા જેને એના પોતાના
તાવી સદા સ્થાપ્યા હૈયે, છે એ ખૂબી કર્તાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)