મનડું તો કૂદંકૂદી કરે, લોભ હૈયે ઊછળી રહે
‘મા’, તને કેમ કરીને તો જાણવી (2)
ધીરજ ખંતની મૂડી છે ઓછી, હૈયે લાલસા ભરી છે ભારી - ‘મા’...
દૃષ્ટિમાં તું ના દેખાતી, ભર્યો અંધકાર હૈયે તો ભારી - ‘મા’...
દૃષ્ટિ મારી સ્થિર ના રહેતી, ધ્યાનમાં તું તો ના આવતી - ‘મા’...
માયાના તાંતણે બાંધી, ત્યાગવી લાગે છે ભારી - ‘મા’...
કીધી કોશિશો ઘણી, ના જાણું સાચી કે ખોટી - ‘મા’...
કદી સૃષ્ટિ બહારની, કદી અંતરમાં એને દેખાડી - ‘મા’...
સુખદુઃખ તો હૈયાનાં, દેશે દુઃખની તો લંગાર લાગી - ‘મા’...
સર્વવ્યાપીની છે તું માતા, દૃષ્ટિમાંથી ભેદ નથી જાતો માડી - ‘મા’...
જગાવી કામવાસના હૈયે, રાખે એમાં અમને રગદોળી - ‘મા’...
બચીએ થોડા જ્યાં અમે, અહમમાં દે અમને ડુબાડી- ‘મા’...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)