તનનું દુઃખ દૂર કરે તેને, તનની દવા સમજી લેજે
મનનું દુઃખ જે દૂર કરે તેને, મનની દવા સમજી લેજે
આશા જીવન જીવાડી દે, ત્યારે એને અમૃત સમજી લેજે
ડુબાડે આશા તો જ્યારે, ઝેર તેને તો સમજી લેજે
ના જોજે દેખાવ તો બહારના, ગુણ એના ગ્રહણ કરી લેજે
બદલાય રોગ જ્યારે, સમજીને દવા તું બદલી લેજે
કરી આફતોનો સામનો, જીવનમાં શક્તિ ભરી લેજે
ખોટા વિચારો ને ખોટી જીદો, જીવનમાં છોડી દેજે
જીવનમાં છે પ્રભુનો એક જ સાચો રસ્તો, સત્ય એ સમજી લેજે
પહોંચવું છે દરબાર પ્રભુના, તૈયારી તો એની કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)