માનવના અંતરનાં કાળા કરતૂતોની કહાની બહાર જો આવે
લાખ માનવમાં ભી એક ભી તો સાચો શુદ્ધ નહિ દેખાય
માનવ માનવથી રાખવા છૂપું, લાખ તરકીબો અજમાવે
માનવની લાખ તરકીબો તો, કર્તા પાસે તો કામ નહિ લાગે
અંતરની અઢળક વાતો છુપાવી, અંતરમાં એ તો ફુલાયે
કર્તા સઘળું આ તો જોતો, અંતરમાં તો હસતો જાયે
કપડાથી તો માનવ સુંદર દેખાય, નગ્નતા તો કપડાથી ઢંકાયે
બહારની સુંદરતા તો આજે સહુને દેખાયે, અંતરની સુંદરતા ના દેખાયે
અણુઅણુમાં વ્યાપેલો ઈશ્વર, નયનોથી ના દેખાયે
મળતાં દૃષ્ટિ સાચી, અણુ-અણુમાં સાચું રૂપ તો દેખાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)