Hymn No. 1343 | Date: 24-Jun-1988
|
|
Text Size |
 |
 |
જીવન તો પડશે જીવવું સદા, મળે ફૂલ થોડાં કે કાંટા ઝાઝા પડશે રહેવું જીવનમાં સદાયે હસતા, મળશે મિત્રો થોડા કે શત્રુ ઝાઝા ના કરજે ગમગીન જીવનને, ફળે આશાઓ થોડી, મળે ઘૂંટડા નિરાશાના ઝાઝા જાશો ના બહેકી જીવનમાં, મળે સફળતા થોડી, નિષ્ફળતાના ભાર ઝાઝા વાસ્તવિક્તા જીવનની મ્હાણો, મળશે સુખ થોડા, દુઃખના કટોરા ઝાઝા જીવનની વિચિત્રતા જુઓ, મળે માન થોડા, અપમાન તો ઝાઝા સંસાર પરંપરા છે ચાલુ, મળે સંત થોડા, સંસારીઓ તો ઝાઝા જીવન મળ્યું છે જીવવા, મળ્યા વર્ષો થોડા, દિવસ તો ઝાઝા ધરતીમાંથી માનવને મળે હીરા તો થોડા, પથરાં તો ઝાઝા ઈશારો તો કુદરતનો સમજો, વૃક્ષો ફળ દે થોડા, પાંદડા તો ઝાઝા સંસારમાં સદાયે દેખાયે શૂરવીર તો થોડા, કાયર તો ઝાઝા દીધાં છે જગમાં પ્રભુએ સિંહને થોડા, ભૂંડને તો ઝાઝા જગમાં મળે છે જોવા, શાંત તો થોડા, ક્રોધી તો ઝાઝા સંસારમાં સદા દેખાયે સાચા તો થોડા, ખોટા તો ઝાઝા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|