મળવાને તને તો માડી, મનડાં ને હૈયાં આજે અધીરાં બન્યાં
મનડાંએ ખૂબ ઘૂમીને, બહુ ગુમાવ્યા તો જગમાં – મળવાને…
જાગે છે ઇચ્છા, તાણે છે વાસના, વચ્ચે તો લટકી પડ્યા – મળવાને…
કદી સફળતાના કેફમાં, કદી નિષ્ફળતામાં તો જળી રહ્યાં – મળવાને…
બંધાયા માયાના તાંતણે, તોડવા તો અઘરા બન્યા – મળવાને…
આળસ તૂટતાં, સાચી ઝંખના હૈયે તો જાગતાં – મળવાને…
દર્શન તો કરવા કાજે, વિચાર પણ તન્મય બન્યા – મળવાને…
સુખ ભૂલ્યા તો જગનું, તુજમાં સુખને તો ગોતી રહ્યાં – મળવાને…
તારાં દર્શન કાજે આંખો તો, આ જગ ફરી રહ્યાં – મળવાને…
ફરી-ફરી પડ્યા ઢળી, તારાં ચરણ ત્યાં મળી ગયાં – મળવાને…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)