Hymn No. 5796 | Date: 25-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-25
1995-05-25
1995-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1284
અમારે પણ કંઈક કરવું છે, જીવનમાં અમારે પણ કંઈક કરવું છે
અમારે પણ કંઈક કરવું છે, જીવનમાં અમારે પણ કંઈક કરવું છે અમારે તો કંઈક કરવું છે, જીવનમાં અમારે પણ કંઈક બનવું છે કર્યું ઘણું ઘણું પ્રભુએ તો અમારે કાજે, પ્રભુ કાજે અમારે પણ કંઈક કરવું છે કરતાને કરતા રહ્યાં છીએ ખુદને કાજે, પ્રભુ કાજે હવે તો કંઈક કરવું છે છે સંતાન જગમાં સહુ તો પ્રભુના, પ્રભુના સંતાન બનીને તો રહેવું છે કરી ભક્તિ, પામી ગયા ભક્ત પ્રભુને, જીવનમાં ભક્તિ પ્રભુની અમારે કરવી છે યોગીઓ ધરીને ધ્યાન, પામ્યા પ્રભુને, જીવનમાં ધ્યાન પ્રભુનું અમારે ધરવું છે સોંપ્યું છે કર્તવ્ય પ્રભુએ તો જીવનમાં, સમજી વિચારીને પૂરું અમારે કરવું છે છીએ ભલે અમે નાના ને નાના, હૈયાંમાં પ્રભુના સ્થાન અમારે લેવું છે કરી શક્યા નથી પ્રભુ કાજે અમે તો કાંઈ, પ્રભુ કાજે હવે જીવન તો જીવવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
amare pan kaik karvu chhe, jivanamam amare pan kaik karvu che
amare to kaik karvu chhe, jivanamam amare pan kaik banavu che
karyum ghanu ghanum prabhu ae to amare kaje, prabhu kaaje amare pan kaik kaaje have
kaaje kaje, praju rah tohudane karhudane, prajhaje rah tokara karatane kaik karvu che
che santana jag maa sahu to prabhuna, prabhu na santana bani ne to rahevu che
kari bhakti, pami gaya bhakt prabhune, jivanamam bhakti prabhu ni amare karvi che
yogio dharine dhyaan che yogio dharine dhyaan javyum chavyum chavyum
chavyum chavyum chavyum sabyum, sarine, javanamue, javanamue, sabarthune, samaji vichaari ne puru amare karvu che
chhie bhale ame nana ne nana, haiyammam prabhu na sthana amare levu che
kari shakya nathi prabhu kaaje ame to kami, prabhu kaaje have jivan to jivavum che
|