કોટિ-કોટિ છે માડી, તારા મુજ પર ઉપકાર
વાળું ક્યાંથી બધા એ, રે મારી સિધ્ધમાત
કરે ઉપકાર એવા, કદી-કદી આવે ના અણસાર
અસુર નિકંદિની છે તું તો, હે જગજનની માત
હૈયું તારું હાથ ન રહે, સૂણે બાળ તણો પોકાર
દાનવ સંહારે, દેવો ઉગારે, બાળ કાજે છે પ્રેમાળ
બાળ તારો જ્યાં ભીડે પડે, જુએ વાટ ન લગાર
દોડી-દોડી તું તો આવે, છે તું સિધ્ધમાતા વિખ્યાત
કરુણાકારી છે માતા તું તો, કરે કરુણા અપાર
કર્મો ના જુએ, રીઝે જ્યારે તું તો, ના જુએ દિન કે રાત
ભીડો ભાંગી ભક્તોની, દીધાં કંઈકને વરદાન
જગમાં છે તું એક જ સાચી, હે જગજનની સિધ્ધમાત
લે ના તું તો બીજું કાંઈ, લે તું તો શુદ્ધ ભાવ
ભાવ દેખી, સદા હરખાયે, મારી જગજનની માત
ડીસામાં છે ધામ તો તારું, શિખર મંદિરે સોહાય
જગના ખૂણે-ખૂણેથી આવે, દર્શન કાજે સિધ્ધમાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)