વિના નાવ તો તરતું જાયે, મનડું સાત સમુંદર તો પાર
પાંખ વિના તો ઊડતું જાયે, જળ, સ્થળ, પૃથ્વી કે આકાશ
પહોંચે ના વાયુ પણ જ્યાં, મનડું ત્યાં પણ પહોંચી જાય
ગતિ તેજની ના પહોંચે, મનડું ત્યાં પણ પહોંચી જાય
ઊંડે-ઊંડે કે ઊંચે-ઊંચે, એ તો પલકમાં પહોંચી જાય
મળશે ગતિ ને દિશા સાચી, શું નું શું એ કરી જાય
વિચારને ચિત્તનો સાથ મળે, એ અચરજ રચી જાય
પાપીમાંથી પણ એ પલકમાં, પુણ્યશાળી બની જાય
નિરાશા ખંખેરજો, ધીરજ ધરજો, પડશે જરૂર સદાય
સાચી દિશામાં ચાલે જ્યારે, એ પ્રભુ બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)