ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
ક્રોધ તને જાશે સળગાવી, કામ તને જાશે ડુબાવી તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
લોભ તને જાશે તો ખેંચી, લાલચ જાશે ભરમાવી તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
ઈર્ષ્યા તને જાશે તો બાળી, લાલસા જાશે ગૂંગળાવી તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
નિરાશા જાશે તને તો ડુબાડી, સફળતા જાશે ફુલાવી તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
આળસ જાશે તને તો ઘેરી, યત્ને પાછો પડીશ તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
સાથ બેસીશ તું તો ગુમાવી, પડીશ એકલો તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
નિરાશા જાશે તને નિચોવી, દુર્લભ બનશે દર્શન સફળતાનાં તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
શંકા તને તો જાશે ગૂંગળાવી, અહં તને ભરમાવી જાશે તો
ઘડી-ઘડી બેસીશ ગુમાવી, જો તું તારી વૃત્તિ પરનો દોર
પાપ તને તો જાશે તાણી, પુણ્યપંથ જાશે ભૂલી તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)