તને કોઈ માતા કહે, તને કોઈ જગનો તાત કહે
હે માતા, સદાય તું તો શક્તિતણો અવતાર રહે
તને કોઈ કરુણાસાગર કહે, તને કોઈ કૃપાનિધાન કહે - હે માતા...
તને કોઈ દીનદયાળી કહે, તને સર્વવ્યાપક કહે - હે માતા...
તને કોઈ દાતાનો દાતા કહે, તને કોઈ જગની વિધાતા કહે - હે માતા...
તને કોઈ રક્ષણહાર કહે, તને કોઈ પાલનહાર કહે - હે માતા...
તને કોઈ જગની નિયંતા કહે, તને કોઈ જગનો આધાર કહે - હે માતા...
તને કોઈ વિશ્વનો નાદ કહે, તને કોઈ અંતરનો સાદ કહે - હે માતા...
તને કોઈ મહાકાળ કહે, તને કોઈ સૃષ્ટિ સર્જનહાર કહે - હે માતા...
તને કોઈ અનાદિ કહે, તને કોઈ પરમાત્મા કહે - હે માતા...
તને કોઈ સુખકર્તા કહે, તને કોઈ દુઃખહર્તા કહે - હે માતા...
તને કોઈ કઠણથી કઠણ કહે, તને કોઈ મૃદુથી મૃદુ કહે - હે માતા...
તને જે કોઈ જે કાંઈ કહે, તું તો સદા વહાલથી નીરખી રહે - હે માતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)