ઢૂંઢી રહ્યો છું રે માડી, જગમાં તો પગેરું તારું
મળ્યાં પગલાં અનેક, મૂંઝાયું મનડું એમાં તો મારું
દેખાયાં પગલાં કંઈક મોટાં, દેખાયાં પગલાં તો કંઈક નાનાં
સમજાયું ના મને, કયું પગલું એમાં તો તારું સાચું
દેખાઈ સર્વ પગલાંમાં, છાપ વિશેષ તો તારી
મૂંઝાઈ ગઈ મતિ મારી, મૂંઝાઈ એમાં મતિ મારી
દેખાયાં સર્વ દિશાથી આવતાં, દેખાયાં સર્વ દિશામાં જાતાં
ના સમજાયું મને, પકડવું કયું પગલું તો તારું
દેખાયાં પગલાં તારાં તો જગમાં, સર્વ પગલું સાચું
કૃપા કરજે માડી, હવે તો પાડ હૈયે એક પગલું તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)