સંકલ્પ કેરી આ સૃષ્ટિમાં, સંકલ્પે માનવી મેળવે બધું
સંકલ્પે મળે ન જ્યારે, સમજો મનડું ત્યારે ફરતું રહ્યું
સંજોગની તુલના વગર, વિચાર વિના તો માગી લીધું
ક્ષણમાત્રમાં ફેરવી વિચાર, ત્યાં તો માગી લીધું બીજું
કદી વિચાર ના કર્યો જીવનમાં, જીવનમાં જોઈએ શું સાચું
દેનારી તો દે છે, માગનારે તો વગર વિચારે માગી લીધું
માગેલું જ્યાં મળે, સમજાયે, સાચું માગવાનું રહી ગયું
ના કર ઉતાવળ માગવામાં, કર વિચાર શું માગવું
દેનારીએ દેવું છે, લેનારે લેવું છે, વિચાર કરી માગવું
રહી જાશે માગવું સાચું, પડશે આખર તો પસ્તાવું
વિચાર તારા રહે બદલાતા, બદલાતા રહે ઘડી-ઘડી
કરવો ના સંકલ્પ ત્યારે, દેજે સંકલ્પ ત્યારે છોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)