એક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જો
જોજે કેવા હેતથી હરિ તો દોડી-દોડી આવે છે
પાડતા સાદ તો, મનને માયામાં ના જોડ - રે જોજે...
કરતા યાદ એને, જગની ચિંતા બધી છોડ - રે જોજે...
રહીને જગમાં, જગનાં બંધન બધાં તું તોડ - રે જોજે...
પૂરતો રહ્યો છે એ તો સદાય, જગમાં સહુના કોડ - રે જોજે...
ઘૂમ્યો ખૂબ માયામાં એની, હવે ચરણમાં એના દોડ - રે જોજે...
લાખ કામ જગમાં કરી, મનને તો પ્રભુમાં જોડ - રે જોજે...
સંસારે જંજાળ જાગે ઘણી, જંજાળ જગની બધી છોડ - રે જોજે...
તૂટ્યો જે તારો ને એનો નાતો, હવે પાછો એને જોડ - રે જોજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)