ઉપાધિ, ઉપાધિ, ઉપાધિ જીવનમાં, વિંટાયેલી રહે છે તો ઉપાધિ
લીધા શ્વાસ બે શ્વાસ શાંતિના જ્યાં, આવી ચડે છે ત્યાં તો ઉપાધિ
કરતાને કરતા રહેવા પડે છે સામનો એનો,છે માનવની તો આ કહાની
આવે છે કંઈક નાના સ્વરૂપે ગંભીરતા, નથી એની તો કાંઈ અજાણી
મળતો નથી માનવ એવો રે જગમાં, આવી ના હોય જીવનમાં એને તો ઉપાધિ
હટશે જીવનમાં ભલે એક ઉપાધિ, પડશે રહેવું તૈયાર, આવશે બીજી ઉપાધિ
કરતીને કરતી રહે છે ઉપાધિ, જીવનમાં સહુની સદા એમાં તો કસોટી
કરી જાય છે નુકસાન એ તો કદી, જાય છે કદી વધારી માત્રા વિશ્વાસની
ડગલેને પગલે જીવનમાં સદા, પથરાયેલીને પથરાયેલી તો છે ઉપાધિ
પડતી જાય છે આદત જ્યાં ઉપાધિની, લાગતી નથી ઉપાધિ ત્યારે ઉપાધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)