ઊંડો-ઊંડો, અંતરમાં તું ઊતરી જા
મળે ન હરિ તને જો ત્યાં, મળશે નહિ એ બીજે ક્યાંય
બેસી અંદર નીરખી રહે, તોય ખબર એની ના રહે - મળે...
નથી રાત કે દિવસ ત્યાં, સદા પ્રકાશ છે એનો ત્યાં - મળે...
લઈ જઈ ના શકે બીજું ત્યાં, પડશે જાવું એકલું ત્યાં - મળે...
વાયુ નહીં વાયે ત્યાં, સંભળાશે અંતરનો સાદ ત્યાં - મળે...
કર ના ઢીલ ત્યાં જવામાં, છે સદાય એ તારી પાસમાં - મળે...
નથી કોલાહલ બીજો ત્યાં, તારો સર્જેલો કોલાહલ નડશે ત્યાં - મળે...
ઉપર નથી કે નીચે કાંઈ, તારા અંતરમાં રહે સમાઈ - મળે...
હટે ના કદી એ બીજે ક્યાંય, રહે સદા એ ત્યાં ને ત્યાં - મળે...
કર સાર્થક દેહ તું, મિટાવી અંતર તારું ને એનું - મળે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)