પત્તાંના મહેલ કરતાં તો નાની ઘાસની ઝૂંપડી ભલી
નાના ધક્કાએ, મહેલ પત્તાંનો તો જાશે તૂટી – પત્તાંના…
નાની ઝૂંપડી પણ દેશે, આશરો ને ઠંડક ઘણી – પત્તાંના…
નહીં હોય પાયા જેના ઊંડા, જાશે જલદી એ ડગમગી – પત્તાંના…
લાગશે મહેલ તો ઘણો સુંદર, સુંદરને શું કરવી – પત્તાંના…
રહેવું હોય જો જમીન પર, દેજે મૂળ તો ઊંડાં નાખી – પત્તાંના…
બાંધજે મહેલ, તોફાન ને તાપની તો ગણતરી કરી – પત્તાંના…
તકલાદી મહેલ ને તકલાદી વિચારો, જાશે જલદી તૂટી – પત્તાંના…
પડશે સહેવાં, તોફાન ને તાપ જીવનમાં હરઘડી – પત્તાંના…
પત્તાંનો મહેલ તો કરશે સદા ક્ષણભર રાજી – પત્તાંના…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)