વાગ્યા રે, હો વાગ્યા રે
માડી તારા, આવ્યાના ભણકારા વાગ્યા રે
આનંદ-ઉલ્લાસ, હૈયે છવાયો રે, છવાયો રે - માડી...
જોવરાવી રાહ, ક્ષણ દર્શનની પાસે આવી રે - માડી...
દૃષ્ટિની દષ્ટિ આજે બદલાઈ રે, બદલાઈ રે - માડી...
ક્ષણે-ક્ષણે, આતુરતા જગાવી રે, જગાવી રે - માડી...
રહેતું નથી હૈયું હવે હાથમાં રે, હાથમાં રે - માડી...
સાનભાન બધું તો ભુલાયું રે, ભુલાયું રે - માડી...
ધડકન હૈયાની તો વધારી રે, વધારી રે - માડી...
શ્વાસેશ્વાસમાં ગઈ તું સમાઈ રે, સમાઈ રે - માડી...
તારા વિના જગ લાગે સૂનું રે, સૂનું રે - માડી...
માડી તું છે પ્રેમતણો અવતાર રે, અવતાર રે - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)