ગણ્યું તે ડીસા તે ધામને વહાલું મારી માતા, હો સિધ્ધમાતા
ભક્તોના દુઃખને ગણ્યું તે તારું રે મારી માતા, હો સિધ્ધમાતા
આવ્યા જે તારે દ્વાર, દુઃખ તેનું હર્યું રે મારી માતા, હો સિધ્ધમાતા
વિવિધ રૂપે વ્યાપી તું જગમાં રે મારી માતા, હો સિધ્ધમાતા
છે સર્વનું હિત તો તારા હૈયામાં રે મારી માતા, હો સિધ્ધમાતા
લીધી માનતા તારી, થયાં એનાં કામ રે મારી માતા, હો સિધ્ધમાતા
તારાં નયનોમાં વરસે સદાય હેત રે મારી માતા, હો સિધ્ધમાતા
તું તો છે સદાય જાગતી રે મારી માતા, હો સિધ્ધમાતા
તારી બુદ્ધિ આગળ, બુદ્ધિ જાતી થંભી રે મારી માતા, હો સિધ્ધમાતા
નખશિખ છે તું તો શક્તિનો ભંડાર રે મારી માતા, હો સિધ્ધમાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)