એક વાર જગમાં થાકીશ તું તો રે માયાથી
લાગશે મીઠી એ તો, નવી-નવી તો નવ દહાડા
ધરશે રૂપ અને સ્વાંગ તો સદાય જુદાં
મોહશે સદાય એ તો તારાં રે મનડાં - લાગશે...
નવી પરણેતર પણ લાગશે તો નવી
હો નવી-નવી તો નવ દહાડા - લાગશે...
સાચી શિખામણ પણ લાગશે તો મીઠી
હો નવી-નવી તો નવ દહાડા - લાગશે...
નવું ગામ ને નવું સ્થાન, લાગશે નવું
હો, નવું-નવું તો નવ દહાડા - લાગશે...
નવો પરિચય ને નવી તો ઓળખાણ
હો, લાગશે નવી-નવી તો નવ દહાડા - લાગશે...
કક્કાને વળી બારાખડીનું જ્ઞાન
લાગશે નવું-નવું તો નવ દહાડા - લાગશે...
ન જોયેલું, ન અનુભવેલું અનુભવાય
લાગે એ તો નવું-નવું તો નવ દહાડા - લાગશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)