કરવા દર્શન તો જગજનનીના
અનેક તો એકમાં મેળવી નાખ
કરવા દર્શન તો જગજનનીના
વિચાર ને વર્તનનો મેળ મેળવી નાખ
કરવા દર્શન તો જગજનનીના
શંકાને વિશ્વાસમાં પલટી નાખ
કરવા દર્શન તો જગજનનીના
હૈયે શુદ્ધ પ્રેમને તો ભરી નાખ
કરવા દર્શન તો જગજનનીના
ભાવને તો વિશુદ્ધ કરી નાખ
કરવા દર્શન તો જગજનનીના
આળસ તો હૈયેથી ખંખેરી નાખ
કરવા દર્શન તો જગજનનીના
ભેદભાવ તો હૈયેથી ભૂંસી નાખ
કરવા દર્શન તો જગજનનીના
મનને માતામાં તું જોડી નાખ
કરવા દર્શન તો જગજનનીના
હૈયેથી વેરભાવ કાઢી નાખ
કરવા દર્શન તો જગજનનીના
હૈયેથી વિકારને મસળી નાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)