Hymn No. 5802 | Date: 30-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-30
1995-05-30
1995-05-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1290
રહ્યો ના વિશ્વાસ જ્યાં તને તારા ખુદમાં, રાખ્યો ના વિશ્વાસ તો તેં પ્રભુમાં
રહ્યો ના વિશ્વાસ જ્યાં તને તારા ખુદમાં, રાખ્યો ના વિશ્વાસ તો તેં પ્રભુમાં તકલીફોની વણઝારમાંથી, આવી ના શક્યો બહાર તો ત્યાં તું જીવનમાં રાખ્યો હોત કે રહ્યો હોત વિશ્વાસ તને જો પ્રભુમાં, કાઢયો હોત પ્રભુએ બહાર તને રમત રમતમાં ખૂટતોને ખૂટતો રહ્યો જ્યાં વિશ્વાસમાં, વધી ના શક્યો આગળ એમાં તું જીવનમાં ઘેરાતાં ને ઘેરાતાં રહ્યાં પડછાયા કાળા જ્યાં ડરના, થઈ ગયો અડધો ત્યાં તો તું ડરમાં રહ્યો ના જ્યાં વિશ્વાસ જ્યાં તને તો તુજમાં, જગાવી ના શક્યો અન્યને વિશ્વાસ તારામાં પ્રસંગે પ્રસંગે તો તું ધ્રુજી ઊઠયો, ના ઊભો રહી શક્યો એમાં તો તું વિશ્વાસમાં શંકાને શંકાના વાદળો રહ્યાં ઘેરતાં હૈયાંને, અટવાઈ ગયો એમાં તો તું તોફાનમાં રહી આશાઓ તૂટતીને તૂટતી એમાં, ડૂબતોને ડૂબતો ગયો એમાં નિરાશામાં પુકારી ઊઠયું અંતર પૂરા પ્રેમથી જ્યાં પ્રભુને, પ્રવેશ્યા કિરણો પ્રકાશના ત્યાં હૈયાંમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo na vishvas jya taane taara khudamam, rakhyo na vishvas to te prabhu maa
takaliphoni vanajaramanthi, aavi na shakyo bahaar to tya tu jivanamam
rakhyo hota ke rahyo hota vishvas taane jo prabhumahut vishvas taane jo prabhumahut prabhumahut kadhamhamut, kadhamhamut bamhad vamahuta kadhamhata kadhamhata jo prabhumahato prabhumamhato prabhumamhato kadhayo kadhamhata jo prabhumahat prabhu maa kadhayo
kadhayo bam vamahamahato prabhu maa kadhamahato shakyo aagal ema tu jivanamam
gheratam ne gheratam rahyam padachhaya kaal jya darana, thai gayo adadho tya to tu daramam
rahyo na jya vishvas jya taane to tujamam, jagavi na shakyo, anyane vishvas taramak to
prasange prasange vishvasamam
shankane shankana vadalo rahyam gheratam haiyanne, atavaai gayo ema to tu tophaan maa
rahi ashao tutatine tutati emam, dubatone dubato gayo ema nirashamam
pukari uthayum antar pura prem thi jya prabhune, praveshya kirano prakashana tya haiyammam
|
|