ઊગે દિન ન કોઈ એવો, રાત જેની કદી આવી નથી
સાંજ ન ઢળી હોય, એવો દિન કદી તો જાતો નથી
મળે ન દવા કોઈ જેની, રોગ એવો કદી થાતો નથી
જન્મે છે જે જગમાં, મર્યા વિના કદી રહેતા નથી
શ્વાસ લેવાયો જે અંદર, બહાર આવ્યા વિના રહેતો નથી
પ્રગટેલો અગ્નિ, દઝાડ્યા વિના કદી રહેતો નથી
પ્રકાશ ફેલાતાં, અંધકાર દૂર થયા વિના રહેતો નથી
જળ તો પ્યાસ બુઝાવ્યા વિના તો રહેતું નથી
સુખ પાછળ તો દુઃખ આવ્યા વિના કદી રહેતું નથી
પડતી પાછળ ચડતી તો આવ્યા વિના રહેતી નથી
ગોતતા તો, કારણ જડ્યા વિના તો રહેતું નથી
શંકા તો બરબાદ કર્યા વિના તો રહેતી નથી
જગમાં માગ્યા વિના તો કંઈ મળતું નથી
પ્રાર્થના તો ફળ દીધા વિના તો રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)