ભક્તિની વેલને હૈયે, આજે તો પાંગરવા દે
શ્રદ્ધાકેરું દઈને ખાતર, પ્રેમજળે એને સિંચવા દે
અહં કેરા કાંટા ને આળસનું નીંદામણ કરવા દે
સંતોને, ભક્તોના જીવનના પ્રેમપિયૂષ પીવા દે
ધીરજ કેરી વાડ બાંધી, રક્ષણ એનું કરવા દે
દયા કેરો પ્રકાશ, એને તો સદાય દેવા દે
પ્રભુ કેરા થડ પર, આજે એને તો ચડવા દે
કામક્રોધના તોફાનમાં, ખૂબ એને સંભાળવા દે
મૂળ ઊંડાં નાખી એનાં, તોફાન ઝીક ઝીલવા દે
લોભ-લાલચના ઘોડાપૂરથી, એને બચાવી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)