હામાં હા ભણનારા તો જગમાં, મળશે રે ઝાઝા
સાચું કહેનારા તો જગમાં, મળશે રે થોડા
અન્યથી દોરાનારા તો જગમાં, મળશે રે ઝાઝા
સાચી દોરવણી દેનારા જગમાં, મળશે રે થોડા
પડશે જ્યારે જગમાં હસનારા, મળશે રે ઝાઝા
પડનારને ઊભા કરનારા જગમાં, મળશે રે થોડા
પોતપોતાના સ્વાર્થમાં રચ્યાપચ્યા રહેનારા, મળશે રે ઝાઝા
અન્યનું હિત જોનારા તો જગમાં, મળશે રે થોડા
બોલીને ફરનારા તો જગમાં, મળશે રે ઝાઝા
બોલ્યું પાળનારા તો જગમાં, મળશે રે થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)