ક્ષણે-ક્ષણે બદલાતી દુનિયામાં માડી, બધું બદલાતું જાય
સ્થિર નથી કાંઈ જગમાં રે માડી, સ્થિર કેમ કરી રહેવાય રે
સાગરમાં ઊછળતાં મોજાં માડી, નિતનવાં તો બદલાય રે
સૂર્યમાંથી ફૂટતાં કિરણો માડી, નિતનવાં નીકળી લુપ્ત થઈ જાય રે
વહેતા વાયુની લહેરી જગમાં માડી, નિતનવી તો વહેતી જાય રે
ધરતી પણ સ્થિર નથી રે માડી, નિત્ય એ તો ફરતી જાય રે
દિન ઊગે ને દિન આથમે રે માડી, દિન રોજ તો બદલાતા જાય રે
માનવ જન્મે, માનવ મરે તો માડી, આવનજાવન રોજ એની થાય રે
વિચારો મારા સ્થિર નથી રે માડી, રોજ નવા-નવા બદલાય રે
સ્થિર તો છે જગમાં તું રે માડી, સ્થિર થવાનો બતાવજે ઉપાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)