થવાનું હોય તે થાય, ભલે થવાનું હોય તે થાય
પકડી રાહ જે અરિહંતની, અધવચ્ચે તો ના મુકાય
લઈ વિકારો જગમાં આવ્યા, જોજે વિકારો જીતી ના જાય - થવાનું...
કેડી છે આકરી, પંથ છે લાંબો, જોજે વચ્ચે થાકી ના જવાય - થવાનું...
રાહે-રાહે ચાલતાં, ભલે નવ નેજે પાણી આવી જાય - થવાનું...
માંડ્યાં છે ડગલાં મુક્તિતણાં, મુક્તિ વિના ના છોડાય - થવાનું...
કેડીએ ચાલતાં, રહેવું ચાલતાં, ભલે મુશ્કેલી આવતી જાય - થવાનું...
રાહે-રાહે પથરાશે તેજ સતનાં, પથ ઊજળો બનતો જાય - થવાનું...
મુક્ત થાશે તું તો જ્યાં, ઝંખના બધી તો મટી જાય - થવાનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)