Hymn No. 1465 | Date: 02-Sep-1988
|
|
Text Size |
 |
 |
માયાથી જગમાં રહ્યું ના કોઈ કોરું કોરું, કોઈ કોરું કોરું વળગાડી હૈયે જેણે, સદા એને એ ઘસડી ગયું, ઘસડી ગયું એના ઘાથી, નીકળતું લોહી, લાગ્યું તો મીઠું, રે મીઠું મીઠું પ્રભુ તરફ દૃષ્ટિ ગઈ ના ગઈ, મોં તો ફેરવી લીધું, મોં ફેરવી લીધું માયાનું વર્ચસ્વ છે એવું, ના કોઈ બચ્યું, ના કોઈ બચ્યું ગરીબ, તવંગર, નાનું મોટું, સહુ એમાં ડૂબ્યું, સહુ એમાં ડૂબ્યું દોડાવ્યું જગ સારાને એવું, રહ્યું એ તો દોડતું, રહ્યું દોડતું ફળ ધરતું ગયું તો એવું, સહુ એમાં મોહાયું, સહુ મોહાયું નારદ જેવાને પણ ઘસડી ગયું રે ઘસડી ગયું કરી કૃપા પ્રભુએ જેના પર, એમાંથી એ બચ્યું, એ તો બચ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|