થવાનું હતું એ તો થાતું રહ્યું, દિન ગયો એમાં વીતી, સાંજ ગઈ એમાં પડી
રાત ગઈ તો ચિંતામાં વીતી, પ્રભુ એકજ જાણે, ઊગશે સહુની કેવી સવાર
થાતુંને થાતું જે ગયું, જીવનમાં ના એ તો રોકાયું, રોકાયું ના એ તો થોડીવાર - પ્રભુ...
ખોલ્યા એણે જગમાં તો સહુના રે દ્વાર, કદી સુખના દ્વાર તો કદી દુઃખ ના દ્વાર - પ્રભુ...
પળ પળમાં પળ પલટાતી જાય, પળને તો પલટાતા લાગે ના કાંઈ વાર - પ્રભુ...
માને મનાવે જગમાં સહુ છે ઘણા એના સાથીદાર, પ્રભુ વિના નથી કોઈ સાથીદાર - પ્રભુ...
રહ્યાં છે ને રહેશે જગમાં તો સહુ સદા, જગમાં તો સહુ પ્રભુના દેવાદાર - પ્રભુ...
રહ્યાં છે ને રહેશે જગમાં તો સહુ સદા, જગમાં સદા પ્રભુના તો તાબેદાર - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)