આંખડીમાં ગઈ છે વસી રે માડી, આંખડીમાં ગઈ છે વસી
ઘડીમાં તો દેખાયે માયા, દેખાયે ઘડીમાં એની મંગલમૂર્તિ
માયાનું જોર તો જ્યાં જાગે, મનડું તો ત્યાં ભમવા લાગે
થોડી-થોડી વારે તો એ, આંખમાં રહીને રહે તો હસી
માયાના જોર સામે તો, આંખનું જોર તો કાંઈ નથી
માતાની યાદે તો, યાદમાં તો એ સ્થિર બની
વિશ્વસમસ્તને તો સમાવતી, આંખમાં આજે ગઈ વસી
છે આંખડી તો નાની તોય, બિંદુમાં સાગરને સમાવતી
રોજ-રોજ આવે, રોજ-રોજ ભાગે, ક્યાં એને તો ગોતવી
જઈ ના શકે એ ભાગી, દેશે જ્યાં હૈયામાં એને પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)