ઊતરી અંતરમાં ઊંડો, કરજે તું તારી પહેચાન
યુગો-યુગોથી છે સાથે, રહ્યો તોય તું અનજાન
જનમોજનમના વીંટાયા તાંતણા, પડશે ના ઓળખાણ
કરી દૂર તાંતણા, મળશે જ્યાં તું, થાશે પહેચાન
રહેશે છૂપો તુજથી એ તો, રહેશે જ્યાં હશે માયાનાં બંધાણ
છૂટશે જ્યાં હૈયેથી એ તો, થાશે ત્યાં સાચી પહેચાન
કરવા પહેચાન અન્યની, દોડ્યો તું સ્થાનેસ્થાન
કરવા પહેચાન તારી, પડશે જાવું ધરી અંતરનું ધ્યાન
મળશે તું તને ત્યાં તો, હશે ત્યાં તારા ભગવાન
તું ત્યાં જાશે ઓગળી, રહેશે ત્યાં તો એક ભગવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)