Hymn No. 1488 | Date: 15-Sep-1988
|
|
Text Size |
 |
 |
હે જીવ, તું ભાનમાં નથી, તું હોંશમાં નથી સંભાળ તારા પગલાં, પડવામાં કોઈ વાર નથી માયાના ઘૂંટ ખૂબ પીધા, મંઝિલ તને યાદ નથી - સંભાળ... જનમી જગમાં આવ્યા, પ્રભુના દ્વાર ગોતવા ઘૂંટ માયાના ખૂબ પીધા, સમય રહ્યા એમ વીત્યા વિદાયની વેળા આવી, મંઝિલની તો દરકાર નથી - તું ભાનમાં... કેફ તો રહ્યા ચડતા, દ્વાર પ્રભુના ના મળતા દ્વાર દુઃખના રહ્યા ખૂલતા, ના કેફ તોયે ઉતર્યા - તું ભાનમાં... જીવનના મૂલ્ય ઝાઝા, પણ હોંશના છે ફાંફાં મંઝિલના નથી ઠેકાણા, તેનું તો ભાન નથી - તું ભાનમાં... પડતા રહ્યા પગલા, રસ્તા એને સમજી લીધા પણ મંઝિલે ના પહોંચ્યા, તેનું તોયે ભાન નથી - તું ભાનમાં... રસ્તે રસ્તે તો રહ્યા, મૂલ્યો જીવનના લૂંટાતા પ્રભુ કૃપા વિના હવે તો, તારો કોઈ ઉદ્ધાર નથી - તું ભાનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|