ભેદી કંઈક અંધારાં, ભેદી કંઈક અજવાળાં
આતમ દીવડો આ જગમાં પ્રવેશ્યો રે
લીધા કર્મના સહારા, કીધા મનના સથવારા - આતમ...
બની મર્દ મુછાળા, કે નમણી નાર નખરાળા - આતમ...
બની કંઈકના પુત્ર પ્યારા, કે બની પુત્રી વહાલા - આતમ...
સંજોગે તો ઘડાયા, કંઈક સંજોગો સ્વીકાર્યા - આતમ...
માયામાં જ્યાં અટવાયા, મંઝિલનાં ના ઠેકાણાં - આતમ...
કંઈકને હૈયે અપનાવ્યા, કોઈ બન્યા તો પરાયા - આતમ...
મળ્યા કંઈકને સુખના સથવારા, કદી દુઃખના તો ભારા - આતમ...
કદી હૈયાં સંશયથી ભરાયાં, કદી શ્રદ્ધાદીપ જલાવ્યા - આતમ...
રહેતાં-રહેતાં, બન્યાં બંધન પ્યારાં, દ્વાર મંઝિલનાં વિસરાયાં - આતમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)