Hymn No. 5810 | Date: 08-Jun-1995
|
|
Text Size |
 |
 |
એ કસૂર કાંઈ મારો નથી, એ કસૂર તો કાંઈ મારો નથી ભુલાવવું ના હતું ભાન જો મારું, મિલાવી નજર પ્રભુ તમે તો શાને ભૂલી ગયો જ્યાં ભાન એમાં હું તો મારું, એ કસૂર... પહોંચવું હતું પાસે મારે તો તારી, રાખ્યો માયામાં મને શાને ડુબાડી પહોંચી શક્યો ના એમાં હું પાસે તો તારી, એ કસૂર.. દાવાને દાવા કર્યા મેં તો ખોટા, ભૂલીને હેસિયત તો મારી આપી ના શાને તમે બુદ્ધિ મને તો સાચી, એ કસૂર... રહ્યાં પ્રેમની ધારા તમે તો વરસાવી, આપી ના શાને શક્તિ એને ઝીલવાની રહ્યો પ્યાર કાજે બૂમો પાડતો, ના બૂમો મારી અટકી, એ કસૂર... દર્શનની ઝંખના જાગી હૈયે, મળ્યા ના દર્શન તમારા ઊઠયું એમાં હૈયું મારું તડપી કહેવાઈ ગયું હોય એમાં તમને તો ના કહેવાનું, એ કસૂર... વિચારોને વિચારો તારા કર્યા, આવ્યા ના વિચારોમાં તમે તો જલદી તાણી ગયા અન્ય વિચારો મને એમાં તો બીજે, એ કસૂર... છાનો છુપો પ્રેમ કર્યો મેં તો તને, દાદ દીધી ના શાને એમાં તેં મને નિરાશામાં ગયો એમાં હું તો ડૂબી, એ કસૂર... તું ને હું જો હતા ના રે જુદા, જુદાઈ તેં મને તો શાને આપી તડપવું, તડપાવવું હોય કામ જો તારું, જ્યાં ગયો એમાં હું તડપી, એ કસૂર... નમ્ર બની આવ્યો હું તારા ચરણે, લેશે જો તું ચરણ તારા હટાવી કરીશ ના વિચાર જો હાલતની એમાં તું મારી, એ કસૂર... ભૂલી જાજે તું કસૂરો રે મારા, જઈશ ભૂલી દીધેલું દર્દ તેં તો મને ભેટીશું ખુલ્લા દિલથી આપણે, છે અરજ તને આ તો મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|