ઓઢાડી વર્ષાએ ધરતીને ઓઢણી, આજે લીલી, લીલીછમ
નાચી ઊઠ્યા પશુ ને પક્ષીઓ, ઝૂમી ઊઠ્યા એ તો ચોગરદમ
વધાવી ધરતીએ વર્ષાને, ફેલાવી માટીની મીઠી ફોરમ
થનગની ઊઠ્યા મોરલા, કુંકી ઊઠી કોયલ છેડીને સરગમ
બાળ હૈયાં હરખી ઊઠ્યા, ઝીલવા વર્ષાને તો ખુલ્લે દમ
ઊછળ્યો સાગર, ઝીલવા મેહુલિયો, ઊછળ્યો એ દસ કદમ
જોવા ધરતી ને વર્ષાની મસ્તી, છુપાયો સૂરજ તો વાદળની અંદર
તૃપ્ત થઈ ધરતી, તૃપ્ત થયાં ઝાડપાન, વહ્યાં ઝરણાં હરદમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)