ઊછળી, ઊછળી ભાવોના મોજા, સમાસે પાછા તો હૈયામાં
જોડીને મનડું તો એમાં, ધરજે તું એને, ‘મા’ ના ચરણમાં
ખેંચી રહી છે સદાયે, એ તો જગ સારાના હૈયા
ઊછળે જ્યાં ભાવના મોજા, કર યત્નો ‘મા’ ના ચરણે પહોંચાડવા
કદી ઊછળશે મોટા, કદી નાના, ધરજે એને ‘મા’ ના ચરણોમાં
લક્ષ ધરજે શુદ્ધ કરવા, કર યત્નો એને શુદ્ધ કરવા
દેખાદેખી ના કરજે તું, ઘડાયા છે સંજોગો સહુના જુદા
છે આકર્ષણ ‘મા’ નું જૂનું, ઊછળશે ભાવો તો હૈયામાં
સંબંધ પાછો દે સ્થાપી, ભરી ભરીને ભાવો હૈયામાં
થાશે સફળ તું તો, પહોંચશે ભાવ ઊછળી એના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)