ક્યારે કઈ વૃત્તિ મનમાં જાગશે
મૂળ ફૂટશે ક્યારે કોના, એ તો ના સમજાશે
રહી હશે કયારે એ ભરાઈ
ના એ દેખાશે, દેખતાં રૂપ એના ચોંકી જવાશે
આપણી ને આપણી એ વૃત્તિઓ
રૂપધરી અનોખા, સદા એ મૂંઝવી જાશે
શમી જાશે હૈયામાં જ્યાં એક વૃત્તિ
લઈ સ્થાન એનું બીજી, ઉપર તો આવશે
એ નાચ વૃત્તિના રહેશે તો અનોખા
નચાવી નચાવી, થકવી એ તો નાખશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)