Hymn No. 1515 | Date: 01-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-01
1988-10-01
1988-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13004
સુખશાંતિ મળે જો જીવનમાં, જતન કરી એને સંભાળજે
સુખશાંતિ મળે જો જીવનમાં, જતન કરી એને સંભાળજે લૂંટારા તો દોડશે લૂંટવા, એમાંથી એને બચાવજે વૈભવ જાશે, વૈભવ મળશે મુશ્કેલીથી, સુખશાંતિ મેળવાય રે મેળવીશ ઘણું, થાશે નકામું, સુખશાંતિ જો નહિ મેળવાય રે ધરશે રૂપ એ એવા અનોખા, રૂપ સાચું તો નહિ સમજાય રે સજાગ રહી મેળવજે તું, ઢીલાશ તો કામ નહિ આવે રે યોગી ધ્યાની ભક્તોએ તો, હૈયામાં એને સાચવી રે કરુણા તો છે જગમાં આ તો કેવી, છે લૂંટારો તો તુજમાં રે રહેશે ચાલુ, રહ્યું છે ચાલુ, અટકે કૃપા પ્રભુની મેળવાય રે લૂંટારા બહારના તો દેખાયે, અંતરશત્રુ જલદી ના દેખાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhashanti male jo jivanamam, jatan kari ene sambhalaje
luntara to dodashe luntava, ema thi ene bachavaje
vaibhava jashe, vaibhava malashe mushkelithi, sukhashanti melavaya re
melavisha ghanum, thashe nakamum, sukhashanti jo nahi melavaya re
dharashe roop e eva Anokha, roop saachu to nahi samjaay re
sajaga rahi melavaje tum, dhilasha to kaam nahi aave re
yogi dhyani bhaktoe to, haiya maa ene sachavi re
karuna to che jag maa a to kevi, che luntaro to tujh maa re
raheshe chalu, rahyu che melhaye, atake kripah prabhu ni de
toara de luntara antarashatru jaladi na dekhaay re
|