દઈ દિલ તને તો માડી, મળ્યું દર્દ તો અનોખું
તારા વિના હવે તો માડી, ચિત્ત તો બીજે નથી ચોંટતું
શ્વાસેશ્વાસ, હવે તો લાગ્યું છે નામ લેવા તો તારું
છું કોણ હું, આવ્યો હું ક્યાંથી, દીધું છે બધું તને સોંપ્યું
સકળ સૃષ્ટિ તારી, છું હું તો તારો, બસ એટલું હું જાણું
ભરી, તાજગી તો ભરી, વહે છે ભરી જે જગમાં તો વાયુ
સુખદુઃખ રહે ભર્યા તો જગમાં, તને સુખરૂપ તો જાણું
તુજમાં દેખું તો જગને, જગમાં તને તો નિહાળું
શ્વાસે-શ્વાસે તો નજદીક, વિશ્વાસમાં તને તો સમાવું
ના જઈ શકે દૂર તું તો, સ્મરણમાં તને જ્યાં સમાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)