Hymn No. 1519 | Date: 02-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-02
1988-10-02
1988-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13008
મહાણી લેજે, તું તારા અસ્તિત્વની તો ખુમારી
મહાણી લેજે, તું તારા અસ્તિત્વની તો ખુમારી અસ્તિત્વમાં તો જઈને પૂરો રે સમાઈ રેખા તેજ ને અંધકારની તો જાશે રે ભુલાઈ ભેદ વ્હાલાના ને વૈરીના તો જાશે વિસરાઈ સૂઝશે ના ત્યાં તો કરવી કોની ભલાઈ કે બૂરાઈ ના સ્પર્શસે, સુખદુઃખ તને ત્યાં તો કાંઈ ના લાગશે ત્યાં કોઈ જુદા, રહેશે ના કોઈ જુદાઈ ધીરે ધીરે તો જાશે, તારા અસ્તિત્વની ધારા તો ભૂંસાઈ ભીતરના ભેદ તો જાશે ખૂલી, મળશે ત્યાં સાચી ખુદાઈ પૂર્ણ છે ત્યાં તો પૂર્ણ છે તું, મળશે પૂર્ણમાં પૂર્ણ તો સમાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mahani leje, tu taara astitvani to khumari
astitvamam to jaine puro re samai
rekha tej ne andhakarani to jaashe re bhulai
bhed vhalana ne vairina to jaashe visaraai
sujashe na tya to karvi koni bhalai ke burai
na sparshase toha kai
na tuhaduhadu koa na sparshase toha kai juda, raheshe na koi judai
dhire dhire to jashe, taara astitvani dhara to bhunsai
bhitarana bhed to jaashe khuli, malashe tya sachi khudai
purna che tya to purna che tum, malashe purnamam purna to samai
|
|