ના મળશે જોવા રે સપાટી, એકસરખી તો ધરતીની
મળશે ના જોવા, પ્રકૃતિ તો એકસરખી રે માનવની
મળશે તો જોવા, ક્યાંક તો ટેકરા તો વળી ક્યાંક તો ખાડા
મળશે તો જોવા રે, ક્યાંક તો ખડક, તો વળી રેતીના ઢગલાં
સમુદ્ર ખારા મળશે રે જોવા, મળશે વળી ક્યાંક મીઠા ઝરણાં
મળશે તો ખીણો ઊંડી, મળશે તો શિખરો પર્વતના
ક્રોધીના તો મળશે તાપ તો જોવા, મળશે રે ક્યાંક શાંત મુખડા
મળશે રે જોવા વળવળાટ કામીના, મળશે જોવા તેજ તપસ્વીના
લોભ લાલચના ઉકળાટ દેખાશે, મળશે વહેતા તો પ્રેમઝરણાં
ધીરગંભીર ભી જોવા મળશે, મળશે જોવા કંઈક ઉછાંછળાં
વિવિધતા તો ભરી ભરી છે, આ એક જ તો ધરતીમાં
વિવિધતા તો મળશે સદા માનવની પ્રકૃતિમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)