મૌન બનીને માતા બોલે, મૌનની ભાષા જે સમજે
દીધું સહુને યોગ્ય રીતે, કરે ફરિયાદ ત્યારે મૌન બને
સાચા ખોટા કર્મો કરે, ફળ ટાણે તો ફરિયાદ કરે
મૌન બની ત્યાં એ બેસે, મૌનથી બધું કહી દે
ફરિયાદ અન્ય બાળની, ફરિયાદ ‘મા’ ની પાસે કરે
મનમાં સમજી લઈ બધું, મૌનથી બધું કહી દે
સમજી વિચારીને માયાને, બાળ જ્યારે વહાલી ગણે
તાલ માયાનો જોઈ હસી, મૌનથી બધું કહી દે
અહંમાં ડૂબી, અહંમાં રાચી, માનવ જ્યાં કૃત્ય કરે
અહંના તાલ જોઈને, ત્યારે મૌનથી તો વાત કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)